ભારતીય પ્રાચીન શાસ્ત્રો-ગ્રંથોમાં ફોરેન્સિક (ન્યાય સહાયક) વિજ્ઞાન
ડૉ. એ.કે. ગણાત્રા
Abstract
ભારતીય જ્ઞાન પરંપરામાં વૈદિક વાંગ્મયમાં વેદ, ઉપનિષદ, સ્મૃતિ, પુરાણો અને મહાભારત – રામાયણ જેવા ઈતિહાસના ગ્રંથો તથા અન્ય ગ્રંથોમાં જુદા જુદા વિષયોના જ્ઞાનનો ભંડાર ભરેલો છે. તેમાં ન્યાયસહાયક વિજ્ઞાન પણ સમાવિષ્ટ છે. ભારતીય ગ્રંથોમાં ફોરેન્સિક વિજ્ઞાન ના આધુનિક સમયમાં જેનું વર્ણન કરી શકાય તેવા ઘણા વિષયો નો તેના પ્રારંભિક સ્વરૂપનો કહી શકાય તેવા વર્ણનો છે. ઋગ્વેદના ઉપવેદ આયુર્વેદ અને અથર્વવેદના ઔષધશાસ્ત્રના કેટલાક વિષયો જે ન્યાય સહાયક વિજ્ઞાન ગણી શકાય તેવું આચાર્ય ચરક રચિત આઠ અંગો પૈકીનું એક અગદતંત્ર (Toxicology) જે ફોરેન્સિક મેડીસીનનો ભાગ ગણી શકાય. તેવી જ રીતે આચાર્ય સુશ્રુત ની સંહિતામાં જુદી જુદી પ્રકારના વિષ, વિષ આપનાર / ભેળવનાર વ્યક્તિના લક્ષણો અને સારવાર વગેરેનો સમાવેશ સૂત્રસ્થાનના અલગ અલગ પ્રકરણમાં ઉલ્લેખ છે તે બાબત પ્રવર્તમાન સંદર્ભે ફોરેન્સિક સાયકિયાટ્રી, ફોરેન્સિક બિહેવીયર ગણી શકાય. જેનો સ્મૃતિઓમાં સમાવેશ થાય છે તેવી મનુસ્મૃતિ તેમજ યાજ્ઞવલ્કય સ્મૃતિમાં પણ ન્યાયસહાયક વિજ્ઞાનને લગતા ન્યાયના વિષયોને આધીન ગુના – અપરાધ નું નિરીક્ષણ કરી સજાને લગતા પ્રકરણોનો ઉલ્લેખ છે ઉપરાંતમાં વૈદિક સાહિત્ય પછીના (Post vaidic) ગણી શકાય તેવું કૌટિલ્યનું અર્થશાસ્ત્રમાં તેના ૧૫ અધિકરણો પૈકીનું ચોથું અધિકરણ જે ‘‘કંટકશોધન’’ નામે છે તેમાં પણ ફોરેન્સિક સાયન્સના વિવિધ ક્ષેત્રોનો સમાવેશ છે અને તેના આધારે ન્યાય કરવામાં આવે છે.
Key words: ફોરેન્સિક સાયન્સ, આશુમૃતક પરીક્ષણ